બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
13 of 17
અનાદિ સિદ્ધ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં અક્ષરપુરુષોત્તમનો ડંકો વગાડવા માટે પ્રમુખસ્વામી મહારાજ ૧૦૦ સંતો સાથે ૧૯૯૫માં લંડન પધાર્યા હતા. કળા-કોતરણીયુક્ત, સનાતન હિંદુ સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય શિખરબદ્ધ મંદિર જોઈને સ્થાનિક યુરોપિયનો પણ પ્રભાવિત થયાં હતાં. આવા ભવ્ય મંદિરના સર્જક પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે પણ ઘણાને આકર્ષણ થયું હતું.
આવા જ એક ભાવિક કૅરેબિયન શ્રી મેલ્વિન પોતે મંદિર-નિર્માણના કાર્યમાં કામ કરતા હતા. તેઓ પ્રમુખસ્વામી મહારાજના બ્રહ્મચર્યવ્રતની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આજના જમાનામાં પણ આવું અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળનાર કોઈ છે!
એક દિવસ જ્યારે પ્રમુખસ્વામી મહારાજ મંદિરનું નિરીક્ષણ કરવા પધાર્યા ત્યારે શ્રી મેલ્વિન તેઓ પાસે પહોંચી ગયા. પોતાની પડછંદ કાયા પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં નમાવતાં તેઓએ પૂછ્યું: ‘Since how many years are you observing this rule of not seeing women?’ - આપ કેટલાં વર્ષોથી મહિલાઓને ન જોવાનો નિયમ પાળી રહ્યા છો?
“૫૫ વર્ષથી.” બાજુમાં ઊભેલા બ્રહ્મવિહારીદાસ સ્વામી વચ્ચે જ બોલ્યા. તેઓએ અઢારમા વર્ષે સ્વામીશ્રીએ સ્વીકારેલા ત્યાગાશ્રમના અનુસંધાનમાં એવી ગણતરી કરી હતી.
“ના, એને કહો - ૭૫ વર્ષથી.” તરત જ તે સુધારતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું.
આ સાંભળતાં જ મેલ્વિન સહિત સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. સૌને પ્રમુખસ્વામી મહારાજના શબ્દોમાં શ્રીજીમહારાજનાં આ વચનોનો જ પડઘો સંભળાઈ રહ્યો કે, “અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત સદાય નિર્દોષપણે છીએ.” (વચનામૃત ગઢડા મધ્ય-૩૩)
આવા આજન્મશુદ્ધ હતા - પ્રમુખસ્વામી મહારાજ. અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્પુરુષમાં જે ગુણો હોય છે તે તેઓએ કોઈ સાધના કરીને કેળવેલા ગુણો નથી હોતા, પરંતુ તેમનામાં રહેલા ગુણો અનાદિ સિદ્ધ હોય છે. આજે મહંતસ્વામી મહારાજ પણ એવા જ અનાદિ સિદ્ધ અક્ષરબ્રહ્મ સત્પુરુષ છે.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!