jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

ગુરુભક્તિનો સેતુનીચી ટેલ મળે તો માને ભાગ્ય જો‘આવો મહિમા હોય તો કામ થઈ જાય’મરજી અનુસાર વર્તનારાગુરુપ્રધાન જીવનસ્વામી! કરુણા અપરંપારઆ છે બ્રાહ્મીસ્થિતિદેહ તણી પરવા તજીવિચરણ એક કલ્યાણયાત્રાપ્રમુખપ્રતિજ્ઞાપુરુષોત્તમ બોલ્યા પ્રીતેવિનમ્રતાની મૂર્તિઅનાદિ સિદ્ધસેવાનો ઉચ્ચ આદર્શAkshardham Responseકાંકરી જેટલોય ભાર નથીકાયમી પ્રોજેક્ટ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

28 views

Content

11 of 17

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

Original
3 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

વચનામૃત ગઢડા મધ્યના ૧૩મા શ્રીજી મહારાજે પોતાના સર્વોપરી સ્વરૂપની વાતો કરી છે. તેની પૂર્વભૂમિકા બાંધતાં મહારાજ કહે છે કે, ‘આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટ્યપ વધારવા સારુ નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે, ‘આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય,’ તે સારુ કરીએ છીએ.’ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થાય છે પણ માયિક દૃષ્ટિના કારણે આપણે તેઓને ઓળખી શકતા નથી અને ભગવાનના સ્વરૂપની યથાર્થ ઓળખાણ વિના ભવબંધનમાંથી મુક્તિ થતી નથી. તેથી જ ભગવાન અને ગુણાતીત સંત જીવો પર કરુણા કરીને પ્રસંગોપાત પોતાના યથાર્થ સ્વરૂપની ઓળખાણ આપે છે.

૮ ઓગસ્ટ ૧૯૯૧ના દિવસે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સંતો સાથે હવાઈમાર્ગે લીલોન્ગવેથી દારેસલામ જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમ્યાન શુકમુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું: ‘બાપા! આપે હમણાં મહિમા ગાવાની વાત કરી, તો આપને કેવા સમજવા?’ ‘પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજીમહારાજ સર્વોપરી સાક્ષાત્ જ છે. રોમેરોમમાં મહારાજ છે. શ્રીજીમહારાજના અખંડ ધારક છે.’ વિમાનની ઘરેરાટીમાં પણ સ્પષ્ટ સંભળાય તેમ સ્વામીશ્રી બોલ્યા. વળી ઉમેર્યું: ‘તમે ગાવ છો ને કે ‘સંત તે સ્વયં હરિ...’ એમની આંખમાં જોનારા ભગવાન છે. બોલનારા, જમનારા, સાંભળનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત્ મહારાજ જ છે. કોઈ રાગ, દ્વેષ, દોષો છે જ નહીં. નિર્મળ, પવિત્ર અંતઃકરણ છે. મનુષ્યભાવ બતાવે, પણ દિવ્ય જ છે. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે એ જીવનો સત્સંગ આવી દૃઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેત, પ્રીત, આત્મબુદ્ધિ નહીં. અહીં જ! આ સર્વોપરી છે. આ સાક્ષાત્ મહારાજ છે. આ દૃઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મનધાર્યું ન થાય. મહિમા રહે. શંકા-કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. બધાને એમ કે ‘અમે અંતર્યામી નથી.’ પણ અમે અંતર્યામી છીએ. તમે દુનિયાને છેડે જઈને જે કરો છો તે હું જાણું છું, દેખું છું.’ સામાન્ય રીતે તો સત્પુરુષને પોતાનું ઐશ્વર્ય-સામર્થ્ય છૂપાવવા પર જ સતત તાન હોય છે, પરંતુ ક્યારેક જ આવી રીતે કૃપા કરીને તેઓ સ્વસ્વરૂપની ઓળખાણ કરાવે છે. સ્વામીશ્રીના મુખેથી રેલાઈ રહેલી સ્વસ્વરૂપની આ વાતો સાંભળતા સૌ કોઈને ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’નું પ્રત્યક્ષ દર્શન થઈ ગયું.

આ જ સ્વરૂપ આપણને ગુરુહરિ મહંતસ્વામી મહારાજરૂપે પ્રગટ મળ્યું છે. તેઓના સ્વરૂપની આવી દૃઢતા કરી સેવા-ભક્તિ કરીએ તે જ સત્સંગનો સાર છે.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics