બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
4 of 17
મરજી અનુસાર વર્તનારા
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ક્યાં ઊજવવો તેની મીટિંગ ગોંડલમાં ચાલતી હતી. યોગીજી મહારાજની ઈચ્છા તો પોતાના પ્રિય સ્થાન ગોંડલમાં જ ઊજવવાની હતી, પરંતુ વડીલ સંતો-હરિભક્તો પાસે પોતાની રુચિ કહી શકતા નહોતા. મોટા સ્વામીની ઈચ્છા આ ઉત્સવ અટલાદરામાં કરવાની હતી, સંસ્થાના સેક્રેટરી મગનભાઈની ઈચ્છા બોચાસણમાં કરવાની હતી. તે સમયે યોગીજી મહારાજની જ રુચિ-અભિપ્રાય અનુસાર પોતાનું જીવન જીવનારા પ્રમુખસ્વામી મહારાજે મીટિંગમાં કહ્યું, “અમૃત મહોત્સવ તો ગોંડલમાં જ કરીએ, કારણ કે યોગીજી મહારાજનું પ્રિય સ્થાન છે.”
તે સમયે પાણીની તંગી હતી. એટલે આ વાત સાંભળીને મોટા સ્વામી બોલી ઉઠ્યા, “ઉનાળામાં તું પાણી ક્યાંથી લાવીશ?”
“બાપા છે ને! એ લાવશે!” ગુરુના ભરોસા ઉપર ઉકેલનો ભાર મૂકતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું.
આ સાંભળી મોટા સ્વામી વધુ અકળાયા અને બોલ્યા, “બાપા કંઈ પાણી લાવવા ઓછા નવરા છે?”
“જરૂર પડે તો ભાદર ડેમમાંથી હું પાણી લાવીશ.” ગુરુની ઇચ્છા પૂર્ણ કરવા માટે દેહના ચૂરેચૂરા કરવા માટે પ્રમુખસ્વામી મહારાજ તૈયાર થઈ ગયા. પ્રમુખસ્વામી મહારાજની દૃઢતા અને યોગીજી મહારાજની ઈચ્છાથી અમૃત મહોત્સવ ગોંડલ ઊજવવાનું નક્કી થયું.
મીટિંગ પતાવી સૌ બહાર નીકળ્યા ત્યારે યોગીજી મહારાજે અતિશય રાજી થઈને પ્રમુખસ્વામી મહારાજને પોતાના બેય હાથે ધબ્બા મારી આશીર્વાદ આપ્યા.
ભાદર ડેમથી ગોંડલનું અંતર આશરે ૩૦ કિ.મી. થાય! યોગીજી મહારાજની એક ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રમુખસ્વામી મહારાજ પાણીની આટલી લાંબી પાઇપલાઈન નાખવા તૈયાર થઈ ગયા હતા! પાંત્રીસ એકરની વિશાળ ભૂમિ ઉપર ઊજવાનાર અમૃત મહોત્સવની સઘળી જવાબદારી તેઓના શિરે જ હતી. પાણીથી લઈને પ્રકાશન અને મંડપથી લઈને મહેમાનની સરભરા સુધીના તમામ વિભાગોની દેખરેખમાં ઘણીવાર રાતો-રાત તેઓ જાગ્યા છે. આ સેવાની સ્મૃતિ કરતાં તેઓએ એકવાર કહેલું, “ગોંડલમાં તો સૂતો જ નથી. હજુ સૂતો ન હોઉં ત્યાં ઊભો કર્યો જ હોય! ખાવા બેઠો ને ઊભો કર્યો! પણ સ્વામીની દયાથી કોઈ જાતનો થાક કે બિમારી કશું જ થયું નથી.” ગોંડલમાં આ ઉત્સવ ઊજવવામાં તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો થયો હતો. પરંતુ તેઓએ કેવળ યોગીજી મહારાજ તરફ જ કાયમ દૃષ્ટિ રાખી છે!
ઘણીવાર પોતાના આયોજન, પોતાની ઈચ્છા, પોતાની સુવિધા જોવામાં અને તે પ્રમાણે વર્તવામાં સત્પુરુષની ઈચ્છા-મરજી શું છે તે દૃષ્ટિ બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે કેવળ સત્પુરુષની જ મરજી-રુચિ નજર સામે રહે અને તે પ્રમાણે વર્તીએ ત્યારે જ સત્પુરુષનો અતિશય રાજીપો પ્રાપ્ત થતો હોય છે.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!