બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
3 of 17
‘આવો મહિમા હોય તો કામ થઈ જાય’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
૧૯૪૨ની સાલમાં શાસ્ત્રીજી મહારાજને સારંગપુરમાં પગમાં ‘વા’ની બીમારી વળગેલી. તેથી લગભગ એક મહિના સુધી તેઓ સારંગપુરમાં રોકાયેલા. એક વાર શાસ્ત્રીજી મહારાજ સહેજે જ બોલ્યા, “જો નારાયણ સ્વામી સારંગપુર આવે અને ભક્તચિંતામણિની કથા સંભળાવે તો શરીર સારું થઈ જાય.”
શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ (પ્રમુખસ્વામી મહારાજ) તે સમયે અટલાદરા મંદિર-બાંધકામની સેવામાં હતા. તેઓએ જેવી આ વાત સાંભળી કે તરત જ ખભે પોટલું અને માથે રાતને લઈને જોડિયા સંત સાથે સારંગપુર જવા નીકળી પડ્યા. તે સમયે વરસાદનું જોર પુષ્કળ હતું, પરંતુ તે પ્રમુખસ્વામી મહારાજના પ્રબળ વેગને ખાળી શકે તેમ નહોતું.
સવારે ત્રણ વાગ્યે અમદાવાદ જવા માટે તેઓ વડોદરા સ્ટેશને પહોંચી ગયા. પરંતુ ટ્રેનમાં પાર વિનાની ગિરદી. વળી, વરસાદને કારણે ડબ્બાઓના દરવાજા પણ બંધ. સ્વામીશ્રી પહેલેથી ડબ્બા જોતાં જોતાં છેલ્લા ડબ્બા સુધી ગયા. વળી, પાછા છેલ્લા ડબ્બાથી છેક આગળ સુધી આવ્યા, પણ કોઈ બારણું ખોલે નહીં. ટ્રેન નીકળવાની તૈયારીમાં જ હતી.
‘કોઈ પણ ભોગે શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચી જ જવું છે’ તેવા નિર્ધાર સાથે સ્વામીશ્રી એન્જિન પછીના ત્રીજા ડબ્બાના ફૂટબોર્ડ પર લટકી ગયા. જેમ જેમ મુસાફરી આગળ વધતી ગઈ તેમ તેમ મુશ્કેલીઓ પણ વધતી ચાલી. વરસાદની સખત ઝડીઓ, સુસવાટા મારતો પવન અને એન્જિનના ડબ્બામાંથી ઊડતી કોલસાની ઝીણી ભૂકી પોતાની સૂકલકડી કાયા ઉપર સહન કરતાં કરતાં સ્વામીશ્રીની યાત્રા આગળ વધી રહી હતી. એકબાજુ ફૂટબોર્ડની પાતળી પટ્ટી પર પગને મજબૂત રાખવાનો હતો; તો બીજી બાજુ સળિયો પકડેલા હાથની પકડ ઢીલી ન પડે તે જોવાનું હતું. આવી જોખમભરી હાડમારી વેઠીને સ્વામીશ્રી અમદાવાદ આવી પહોંચ્યા.
અમદાવાદથી સ્વામીશ્રીને બેસવાની જગ્યા મળી ગઈ. બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યે બોટાદ સ્ટેશને પહોંચ્યા. આખી રાત અને બીજા દિવસની બપોર સુધીની કપરી મુસાફરીનો થાક હતો. વળી, બોટાદથી સારંગપુરના રસ્તા ઉપર પાણીના પૂર ફરી વળ્યા હતા. એટલે કોઈ વાહન પણ મળ્યું નહિ. સ્વામીશ્રીએ ચાલવાનું શરૂ કર્યું. તે વખતે બોટાદથી સારંગપુર આવવા માટે હાલ જે પાકી સડક છે તેવો રસ્તો પણ નહોતો. કાચા રસ્તે સ્વામીશ્રી પાણી ડહોળતાં ડહોળતાં ચાલવા લાગ્યા. વોકળા(નાની નદી)ના પાણી છાતી અને ગળાને ડુબાડતાં પૂરપાટ વહી રહ્યાં હતાં. ‘હવે પછીના પગલે નીચે શું આવશે?’ તે અનિશ્ચિત જ હતું. તેમાં સ્વામીશ્રી કેવળ શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે પગલાં માંડી રહ્યા હતા.
તેઓની ભક્તિથી પ્રસન્ન થઈને જ જાણે ભગવાને એક ભરવાડને ત્યાં મોકલ્યો. તે ભરવાડે સ્વામીશ્રીને કહ્યું: “ચાલો, હું તમને પાર ઉતારું.” આમ કહી તેણે સ્વામીશ્રીને પોતાની લાકડીનો છેડો પકડીને પોતાની પાછળ પાછળ આવવાનું કહ્યું. આ રીતે દોરતો દોરતો તે સ્વામીશ્રીને ઠેઠ સારંગપુર સુધી લઈ આવ્યો.
સારંગપુર આવીને સ્વામીશ્રી સીધા જ શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચી ગયા. શાસ્ત્રીજી મહારાજ ખાટલા પર સૂતા હતા. સ્વામીશ્રી ભીના વસ્ત્રે જ દંડવત્ કરવા લાગ્યા. પોતાના પ્રાણ સમાન સ્વામીશ્રીને જોતાં જ શાસ્ત્રીજી મહારાજ પણ ખાટલામાંથી બેઠા થઈ ગયા અને આશ્ચર્યથી પૂછ્યું: “આવા વરસાદમાં તું ક્યાંથી?”
“આપની મરજી હતી એટલે અવાયું.” એક જ વાક્યમાં સ્વામીશ્રીની ગુરુભક્તિ દર્શાઈ રહી. એ ઉત્તરમાં પોતે વેઠેલી પારાવાર તકલીફોનો એક હરફ સુધ્ધાં નહોતો.
સહેજમાં બોલાયેલા પોતાના એક વચનને અદ્ધર ઝીલી, દેહની દરકાર રાખ્યા વગર કષ્ટોની આંધીઓ પાર કરી આવેલા સ્વામીશ્રી ઉપર શાસ્ત્રીજી મહારાજ અપાર રાજી થઈ ગયા અને બોલ્યા, “આવો મહિમા હોય તો કામ થઈ જાય...” પછી ઊભા થઈ સ્વામીશ્રીનાં લૂગડાં ભીનાં હતાં છતાં તેઓને પ્રેમપૂર્વક ભેટ્યા અને રાજીપો દર્શાવ્યો.
ઘણી વખત સત્પુરુષની આજ્ઞા પાળવામાં કે સેવા કરવામાં આપણને આપણો કમ્ફર્ટ ઝોન આડો આવે છે. દેહને કષ્ટ પડે ત્યારે થોડાંક ઢીલા પડી જઈએ છીએ. પરંતુ પ્રમુખસ્વામી મહારાજની જેમ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી, સત્પુરુષ માટે શું ન થાય? એવા ઉત્સાહ-મહિમા સાથે સેવા-ભક્તિ કરીએ તો સત્પુરુષનો અપાર રાજીપો પ્રાપ્ત થાય છે.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!