બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
5 of 17
ગુરુપ્રધાન જીવન
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જ હંમેશા પ્રધાન રહ્યા હતા.
ગઢડા મંદિરના કોઠારી હરિજીવનદાસ સ્વામીને યોગીજી મહારાજ વિશે ખૂબ ભાવ પણ વ્યાવહારિક દૃષ્ટિએ અન્ય મંદિરોની સાધારણ આર્થિક સ્થિતિ સામે ગોંડલ મંદિરની રિદ્ધિ-સિદ્ધિ જોઈને મનમાં યોગીજી મહારાજ વિશે મનોમંથન ચાલ્યા કરતું. તેઓને એમ લાગતું કે, ‘યોગીજી મહારાજ ગોંડલ મંદિરનું વિશેષ ધ્યાન રાખે છે. ગઢડાના મંદિર સામે લક્ષ્ય આપતા નથી.’
એક વખત પોતાની આ મનોવ્યથા તેઓએ પોતાના ખાસ મિત્ર પ્રમુખસ્વામી મહારાજ આગળ ઠાલવી. તેઓએ કહ્યું, “યોગીજી મહારાજને કેમ કોઈ કહેતું નથી? બીજા તો ન કહે પણ તમે સંસ્થાના ધણી છો. તો તમારે કહેવું જોઈએ.”
પ્રમુખસ્વામી મહારાજે પ્રમુખ તરીકેના અધિકારથી નહીં પણ સ્નેહીજનની આત્મીયતાથી હરિજીવનદાસને સમજાવતાં કહ્યું, “જીવમાં વ્યવહારનું પ્રધાનપણું હોય ને આપણું ધાર્યું ન થાય તેથી મોટાપુરુષનો અભાવ આવે કે ‘આટલું ઠીક કરતા નથી.’ પણ એવું સમજો કે આ યોગીજી મહારાજ એ શાસ્ત્રીજી મહારાજ જ છે! તેમાં રોમનોય ફેર નથી. વળી, તમે મારી સત્તાની વાત કરતા હો તો યોગીજી મહારાજની આજ્ઞા બહાર હું મારી કોઈ સત્તા સમજ્યો જ નથી. શાસ્ત્રીજી મહારાજે મને આજ્ઞા કરી છે કે યોગીજી મહારાજની આજ્ઞામાં રહીને સત્સંગ દીપાવવો. ત્યારથી જ મેં ગાંઠ વાળી છે કે યોગીજી મહારાજ જે કહે તે સવા સોળ આની!” પ્રમુખસ્વામી મહારાજની વાતોથી હરિજીવનદાસના અંતરમાં રહેલી કસર ટળી ગઈ.
યોગીજી મહારાજના પ્રત્યેક ચરિત્રને વિષે, તેઓના પ્રત્યેક વચનને વિષે પ્રમુખસ્વામી મહારાજનું મન સદા નિ:શંક જ રહેતું.
પ્રમુખસ્વામી મહારાજ પાસે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની માળા હતી, જે તેઓને યોગીજી મહારાજના કહેવાથી શાસ્ત્રીજી મહારાજે આપી હતી. આ રીતે શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ ત્રણેયની સ્મૃતિ આ માળા સાથે સંકળાયેલી હતી.
એક દિવસ શાસ્ત્રીજી મહારાજના સમયના એક જૂના હરિભક્ત આ પ્રસાદીની માળા પોતાના સંબંધીઓને દર્શન કરાવવાના બહાને લઈ ગયા અને પછી પાછી આપી જ નહીં! પ્રમુખસ્વામી મહારાજ અવારનવાર માળા પરત આપવાની વાત યાદ કરાવે, પણ તે હરિભક્ત વાયદો આપ્યા કરે. પછી તો તે હરિભક્તે યોગીજી મહારાજને જણાવ્યું કે ‘પ્રમુખસ્વામીને કહી દો કે મારી પાસે માળા ન માંગે.’ યોગીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને કહ્યું, “પ્રસાદીની માળા પાછી લેવાનો સંકલ્પ હવે ન કરતા.”
ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજ ઘણી વખત કહેતા, “એક વાર યોગીજી મહારાજે કહ્યું પછી કોઈ દિવસ તે માળા સંબંધી સંકલ્પ મને થયો નથી.”
પોતાની મનગમતી વ્યક્તિ-વસ્તુ સાથે સંધાયેલ પ્રીતિ તોડવી ઘણી કઠણ હોય છે. પરંતુ પ્રાણસમા સંભારણારુપ માળાને ગુરુના એક વચને પ્રમુખસ્વામી મહારાજે પોતાના સ્મૃતિ ખજાનામાંથી બરતરફ કરી દીધી! આવું તો જ શક્ય બને જો ગુરુપ્રધાન જીવન હોય! જો ગુરુ સામે, તેમના વચન, તેમની આજ્ઞા, તેમની રુચિ સામે દૃષ્ટિ હોય તો સત્સંગમાં, સેવામાં ક્યારેય મૂંઝવણ ના થાય, કોઈ પ્રશ્ન જ ન રહે. આ રીતે આપણે પણ મહંતસ્વામી મહારાજને આપણા જીવનના કેંદ્રમાં રાખી સેવા-ભક્તિ કરીએ...

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!