બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
2 of 17
નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સન ૧૯૫૫માં સારંગપુરમાં જળઝીલણીનો ઉત્સવ ધામધૂમથી ઊજવાયો. સમગ્ર ગુજરાતમાંથી ઘણાં હરિભક્તો આ પ્રસંગે આવેલા. બીજે દિવસે બારસનાં પારણાં કરી સૌ ભક્તો વીખરાયા. મંદિરમાં રોકાયેલા સૌ સંતો-ભક્તોએ પણ બપોરે જમી-પરવારી આરામ માટે લંબાવ્યું.
સેવક ધર્મજીવનદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના આરામ માટે પથારી તૈયાર કરી દીધેલી. સ્વામીશ્રી પથારીમાં સૂતા એટલે સેવક સંત પણ બાજુમાં આડે પડખે થયા. પરંતુ થોડી વારે સેવકની આંખ ખૂલી તો સ્વામીશ્રીની પથારી ખાલી દીઠી. તે જોઈ તેઓ સફાળા બેઠા થઈ ગયા અને તપાસ કરવા નીકળ્યા.
સ્વામીશ્રીને શોધતાં શોધતાં તેઓ મંદિરના સાવ પાછલા ભાગે આવ્યા. તેઓએ તે સમયે જે દૃશ્ય જોયું તેનાથી ચકિત થઈ ગયા! સ્વામીશ્રી ગાતરિયું એક કોરે મૂકી, ધોતિયાનો કછોટો મારી (નીચેનો ભાગ વાળીને કમરે ખોસવો), એક હાથમાં સાવરણો અને બીજા હાથમાં પાણી ભરેલી ડોલ લઈને, લોકો માટેના મળથી ખરડાયેલાં જનરલ સંડાસ સાફ કરી રહેલા!
સંસ્થાના પ્રમુખની આ નમ્રતા અને સેવાભાવના સેવકને પચાવવી અધરી થઈ પડી! તેઓ તરત જ સ્વામીશ્રી પાસે દોડી ગયા અને તેઓને રોકતાં પૂછયું, “આપ આ શું કરો છો? અમે કરી દઈશું.”
સેવાના વ્રતધારી સ્વામીશ્રી કહે, “એકથી બે ભલા. તમે પાણી લઈ આવો ને હું સાવરણો ફેરવું!” એમ કહેતાં પુનઃ ગંદકી સાફ કરવા મંડી પડ્યા. પ્રમુખસ્વામી મહારાજે ન કોઈને આદેશ કર્યો કે ન કોઈને સલાહ-સૂચન આપ્યા કે 'આપણે બરાબર સફાઈ રાખવી જોઈએ.' તેઓ પોતે સેવા કરવા મંડી પડ્યા.
‘સેવાધર્મ પરમ ગહન છે’ - એવું શાસ્ત્રકારોએ ભલે લખ્યું હોય, પણ પ્રમુખસ્વામી મહારાજ માટે આ સેવાધર્મ શ્વાસોચ્છ્વાસ જેટલો સહજ હતો! આ એક જ પ્રસંગમાં આપણને પ્રમુખસ્વામી મહારાજની નિર્માનિતા, ધણીની જેમ સેવા કરવાની ભાવના અને નીચા પ્રકારની સેવા કરવામાં પણ તેઓનો અનેરો ઉત્સાહ દેખાય છે.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!