jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

ગુરુભક્તિનો સેતુનીચી ટેલ મળે તો માને ભાગ્ય જો‘આવો મહિમા હોય તો કામ થઈ જાય’મરજી અનુસાર વર્તનારાગુરુપ્રધાન જીવનસ્વામી! કરુણા અપરંપારઆ છે બ્રાહ્મીસ્થિતિદેહ તણી પરવા તજીવિચરણ એક કલ્યાણયાત્રાપ્રમુખપ્રતિજ્ઞાપુરુષોત્તમ બોલ્યા પ્રીતેવિનમ્રતાની મૂર્તિઅનાદિ સિદ્ધસેવાનો ઉચ્ચ આદર્શAkshardham Responseકાંકરી જેટલોય ભાર નથીકાયમી પ્રોજેક્ટ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

28 views

Content

8 of 17

દેહ તણી પરવા તજી

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

૧૯૭૭ની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ અમેરિકા પધાર્યા હતા. સ્થાનિક કાર્યકરોએ સ્વામીશ્રીને અમેરિકા ખાતેનો કાર્યક્રમ બતાવ્યો. તેમાં કેટલીક જગ્યાએ પ્રવાસ માટે પ્લેનની વ્યવસ્થા કરેલી. સ્વામીશ્રીએ કહ્યું: “પ્લેનની મુસાફરી કેન્સલ કરાવો. આપણે બધે મોટરમાં ફરીશું.” હરિભક્તોના વ્યવહારની ચિંતાથી સ્વામીશ્રીએ લીધેલ આ નિર્ણયમાં તેઓને અપાર ભીડો પડવાનો હતો. પરંતુ સ્વામીશ્રીને પોતાના દેહ કરતા હરિભક્તોની ચિંતા વધારે હતી. ભારત કરતાં ત્રણ ગણો મોટો આ દેશ સ્વામીશ્રી મોટર માર્ગે રાતોની રાતો ઉજાગરા કરીને ખૂંદી વળ્યા.

અમેરિકાના આ વિચરણમાં સ્વામીશ્રીએ નથી જોયા પોતાના સમય કે નથી જોઈ પોતાની દૈહિક સ્થિતિ. ૬ સપ્ટેમ્બર ૧૯૭૭ના રોજ આખા દિવસમાં ૨૫૦ માઈલની મુસાફરી કરી રાત્રે પોણા બાર વાગ્યે સ્વામીશ્રી બોસ્ટન પધાર્યા. આખા દિવસની મુસાફરીનો થાક, વળી બપોરનો આરામ પણ મળ્યો ન હતો. રાત્રિ ભોજનનો પણ મેળ પડ્યો ન હતો. સ્વામીશ્રી પથારીમાં આરામ કરવા માટે જતા જ હતા ત્યાં રાત્રે બાર વાગ્યે એક હરિભક્તે પોતાના ઘરે પધરામણીએ આવવાની વિનંતી કરી. સ્વામીશ્રી તરત જ પધરામણીએ જવા તૈયાર થઈ ગયા. આર્લિંગ્ટન રહેતા એ હરિભક્તને રાજી કરી સ્વામીશ્રી પાછા જ્યારે ઉતારે આવ્યા ત્યારે દોઢ વાગી ગયા હતા!

૧ સપ્ટેમ્બર ૧૯૭૭ના રોજ સવારે નાસ્તો કરીને પધરામણીએ નીકળેલા સ્વામીશ્રી ન્યૂ હેવનમાં બપોરના ભોજન માટે પધાર્યા ત્યારે સાંજના પોણા પાંચ વાગ્યા હતા! આ જ યાત્રામાં એક જ હરિભક્ત માટે ડલાસથી ઓસ્ટીન પધાર્યા અને તેઓને રાજી કરી પુન: જ્યારે ડલાસ પધાર્યા ત્યારે રાત્રિના ૨-૩૦ વાગ્યા હતા. ફિલાડેલ્ફિયામાં સવારે ચાર વાગ્યા સુધી સ્વામીશ્રીએ પધરામણીઓ કરી હતી.

૧૦ ઓક્ટોબર ૧૯૭૭થી સ્વામીશ્રીના કઠિનતમ વિચરણનો દોર શરૂ થયો. ૪૦૦ માઈલનું અંતર કાપી રાત્રે ત્રણ વાગ્યે સ્વામીશ્રી કેન્સાસ સીટી આવ્યા. બીજે દિવસે ૧૧ ઓક્ટોબરના રોજ ૨૦૦ માઈલ કાપી બપોરે બે વાગે વિચિટામાં ભોજન લીધું. ત્યાંથી રાત્રે દસ વાગ્યે નીકળી, આખી રાત મુસાફરી કરી ૪૫૦ માઈલનું અંતર કાપી ૧૨ ઓક્ટોબરની સવારે છ વાગે કોલોરાડો રાજ્યના પેબ્લો ગામે પહોંચ્યા. સવારે ૧૦૦ માઈલ વટાવી લીટલટન આવ્યા. એ જ રાત્રે સ્વામીશ્રી લીટલટનથી ૮૦૦ માઈલ દૂર આવેલ લાસ વેગસ જવા રાત્રે આઠ વાગ્યે નીકળ્યા. આ સળંગ ત્રીજી રાત્રિ સ્વામીશ્રીએ મોટરમાં વિતાવી. ૧૩ ઓક્ટોબરના રોજ બપોરે ચાર વાગ્યે લાસ વેગસમાં ઠાકોરજી જમાડી ફરી પ્રવાસ આરંભ્યો અને ૭૦૦ માઈલની મુસાફરી કરી ૧૪ ઓક્ટોબરની સવારે સવા પાંચ વાગ્યે કેલીફોર્નિયાના ડબ્લીન નગરમાં પધાર્યા ત્યારે સળંગ ચોથી રાત પણ મુસાફરીમાં પસાર થઈ. છેલ્લા ચાર દિવસમાં સ્વામીશ્રીએ મોટરમાર્ગે આશરે ૩૦૦૦ માઈલનું અંતર કાપ્યું હતું! આવી તો કેટલીય રાતો સ્વામીશ્રીએ મોટરમાં ગાળી હતી!

પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય મુસાફરી દરમિયાન મોટરમાં સૂએ નહિ. રાતની મુસાફરીમાં પણ સ્વામીશ્રી જાગતા રહે. વળી, સવારે જે સ્થળે પહોંચે ત્યાં પધરામણી, સભા વગેરે કાર્યક્રમ આખો દિવસ ચાલે. એટલે દિવસ દરમિયાન પણ આરામ મળે નહિ.

૧૯૭૭નું પરદેશનું વિચરણ યાદ કરતા પ્રમુખસ્વામી મહારાજે એકવાર કહેલું, “૭૭ વખતે તો સવારથી ચક્કર ચાલુ થાય તે રાત્રે ૧૨:૦૦ કે ૧:૦૦ વાગ્યે સૂવા પૂરતા ભેગા થઈએ. ઉતારે આવીયે એટલે કોઈ કોઈને પૂછે નહીં, સીધા ધબ્બ દઈને પથારીમાં. સૂવાનું બીજે, પૂજા ત્રીજે ને નાસ્તો ચોથે ઠેકાણે હોય. ત્યાંથી પધરામણી ચાલુ થાય. બપોરે જમવાનું જુદી જ જગ્યાએ હોય. એ દૂર દૂર જઈએ, જમીયે ત્યાં બે-ત્રણ વાગી જાય. ચાર-પાંચ વાગે પધરામણીમાં જવાનું થાય. તે રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી બધું ચાલે.”

આ રીતે ૯૨ દિવસમાં ૨૯ રાજ્યો અને ૧૫૦ કેન્દ્રોમાં હરિભક્તોને લાભ આપવા પ્રમુખસ્વામી મહારાજે ૧૬૨૩૫ માઈલનો મોટર-પ્રવાસ કર્યો હતો! ‘દેહ તણી પરવા તજી’ પ્રમુખસ્વામી મહારાજે કેવળ આપણાં માટે, આપણને રાજી કરવા માટે આવું ભીડાભર્યું વિચરણ કર્યું છે. આવા ગુરુહરિનાં ઋણ કેમ કરીને ચૂકવાય!
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics