jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

ગુરુભક્તિનો સેતુનીચી ટેલ મળે તો માને ભાગ્ય જો‘આવો મહિમા હોય તો કામ થઈ જાય’મરજી અનુસાર વર્તનારાગુરુપ્રધાન જીવનસ્વામી! કરુણા અપરંપારઆ છે બ્રાહ્મીસ્થિતિદેહ તણી પરવા તજીવિચરણ એક કલ્યાણયાત્રાપ્રમુખપ્રતિજ્ઞાપુરુષોત્તમ બોલ્યા પ્રીતેવિનમ્રતાની મૂર્તિઅનાદિ સિદ્ધસેવાનો ઉચ્ચ આદર્શAkshardham Responseકાંકરી જેટલોય ભાર નથીકાયમી પ્રોજેક્ટ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

28 views

Content

10 of 17

પ્રમુખપ્રતિજ્ઞા

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

૨૧ મે ૧૯૫૦ના દિવસે અમદાવાદની આંબલીવાળી પોળમાં એક ઐતિહાસિક ઘટના બની. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ૨૮ વર્ષના શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરી. પરંતુ એ દિવસ વિશેષ અમર થઈ ગયો, પ્રમુખસ્વામી મહારાજે લીધેલી ‘પ્રમુખપ્રતિજ્ઞા’થી! જેના શબ્દો હતા: ‘હું આજે આપ ગુરુશ્રી તેમ જ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી, આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ. આપે આ અક્ષર-પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે તેની પૂરતી રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખી, સેવા કરી, સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું તે પણ આપશ્રી પૂર્ણ કરશો.’

ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે અંકિત થયેલા આ શબ્દો છે, કારણ કે આ પ્રમુખસ્વામી મહારાજની પ્રતિજ્ઞાના શબ્દો છે. ૨૧ મે ૧૯૫૦થી ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ – જીવનના આ ૬૭ વર્ષોમાં, અંતિમ શ્વાસ સુધી એક પણ ક્ષણ એવી નથી કે તેઓએ આ પ્રતિજ્ઞાનું પાલન ન કર્યું!

૨૯ ઓગસ્ટ ૧૯૮૦ના દિવસે સવારે પ્રમુખસ્વામી મહારાજ અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના નાનકડા ટેન્ટેલોન શહેરમાં અલ્પાહાર કર્યા બાદ પોતાના ઉતારે જવા નીકળ્યા. આ સમયે સ્વામીશ્રી ડાબા પગની મોજડીમાં પોતાનો જમણો પગ નાખતા હતા. ત્યારે સહચારી સંતે આમ થવાનું કારણ પૂછ્યું. સ્વામીશ્રી બોલી ઉઠ્યા કે ‘બરાબર દેખાતું નથી.’ આ સાંભળતા જ સંતોએ તાત્કાલિક દવાખાને જવાની વાત કરી. પરંતુ એ જ દિવસે સાંજે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીની ઉદ્ઘોષ સભાનું આયોજન થયું હતું. એટલે સ્વામીશ્રીએ તબીબી તપાસને મુલતવી રાખી. હકીકતે સ્વામીશ્રીને છેલ્લા લગભગ ૯ મહિનાથી આંખોની આ તકલીફ કનડી રહી હતી, પરંતુ તેઓના મનમાં હતું કે હરિભક્તોએ રજાઓ લઈ રાખી હોય, જાહેરસભાઓ માટે હૉલ બુક કરાવી રાખ્યા હોય અને હવે કાર્યક્રમમાં ફેરફાર કરીએ તો હરિભક્તોને આર્થિક રીતે પણ ફટકો પડે તથા તેઓનું આયોજન વેરવિખેર થઈ જાય.’ ભક્તોને તકલીફ ન પડે તે માટે પોતાની આંખોને દાવ પર મૂકી સ્વામીશ્રી સતત ૨૭૦ દિવસો સુધી દેશ-દુનિયાના ૩૨૯ કેન્દ્રોને ખૂંદી વળ્યા! કારણ કે તેઓને હૈયે પ્રતિજ્ઞાના શબ્દો ધબકતા હતા કે ‘મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ.’

૧૦ જુલાઈ ૧૯૯૪ના રોજ ડલાસ ખાતે જ્યારે નિદાન થયું કે સ્વામીશ્રીને ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે ત્યારે તમામ સંતો આશ્ચર્ય પામ્યા કારણ કે સ્વામીશ્રીએ કોઈને પણ આ દુખાવાની જાણ થવા દીધી નહોતી. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે એક મહિના પૂર્વે પોકોનો માઉન્ટેન મુકામે યોજાયેલી શિબિરમાં કિશોરોને રાજી કરવા સ્વામીશ્રીએ ક્રિકેટ અને બેઝબોલનું બૅટ ઘુમાવેલું. એમાં જ તેઓને ખભાના સાંધાની પેશીઓમાં સોજો ચડી ગયેલો. આ વાતની જાણ સંતોને એક મહિના પછી થઈ ત્યાં સુધી સ્વામીશ્રીએ ફ્રોઝન શોલ્ડરના દુખાવા સાથે વિચરણ, જાહેરસભાઓ, મંદિરોનું ભૂમિપૂજન, પ્રતિષ્ઠા, મુલાકાત કે પત્રલેખનના કાર્યક્રમોમાં લેશમાત્ર ઓટ આવવા દીધી નહોતી! ૭૩ વર્ષની ઉંમરે પણ પ્રમુખપ્રતિજ્ઞા તેઓની નજર સામે હતી કે ‘મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ.’

૨૨ સપ્ટેમ્બર ૧૯૯૮ના રોજ બાયપાસ સર્જરીના એક માસ બાદ પ્રમુખસ્વામી મહારાજ ડૉક્ટર દયાનંદ નાયકના ક્લિનિક ઉપર ચેક-અપ માટે પધાર્યા. ચેક-અપના અંતે ડૉક્ટરે સ્વામીશ્રીને સૂચન કરતાં કહ્યું: ‘ડિસેમ્બર સુધી સંપૂર્ણ આરામ જ કરવો. વ્યક્તિગત મુલાકાતો સદંતર બંધ કરી દેવી. કદાચ તે શક્ય ન બને તો રોજ ફક્ત પાંચ જ વ્યક્તિઓને મળવું. વિચરણ પણ સંપૂર્ણ સ્થગિત કરી દેવું. છતાં તે કરવું જ હોય તો એક સ્થળે ઓછામાં ઓછું એક મહિનો રોકાવું. પ્રવચન પણ અઠવાડિયે એક જ વાર આપવું...’ આ તમામ સૂચનાઓ સ્વામીશ્રી સાથે સેવામાં રહેલા પૂજ્ય અક્ષરવત્સલદાસ સ્વામી પોતાની રોજનીશીમાં નોંધી રહેલા. જેવા ગાડીમાં બેઠા ને તરત જ સ્વામીશ્રીએ અક્ષરવત્સલદાસ સ્વામીને કહ્યું કે ‘ડૉક્ટરોએ આપેલી સૂચનાઓ તમારે કોઈને કહેવી નહીં’ પણ વાત અહીંથી અટકી નહીં, પરાકાષ્ઠા તો એ હતી કે સ્વામીશ્રીએ સભામાં અક્ષરવત્સલદાસ સ્વામી પાસે એવી જાહેરાત કરાવડાવી કે ‘હવે સ્વામીશ્રીને પૂર્વવત્ વિચરણ કરવાની અનુમતિ ડૉક્ટરોએ આપી દીધી છે!!’ ડૉક્ટરોની સલાહથી સદંતર વિરુદ્ધ વર્તવા સ્વામીશ્રી તૈયાર થયા. એમાં એમના જ સ્વાસ્થ્યને જોખમ હતું. પરંતુ તેઓએ પ્રતિજ્ઞાના એ શબ્દોને જીવી બતાવ્યા કે ‘મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ.’

૯ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ સ્વામીશ્રીની બાયપાસ સર્જરી કરનાર ડૉ. સુબ્રહ્મણ્યમ્ તેઓના દર્શન માટે પધાર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજને અમેરિકાની ધરતી પર જોઈ અપાર આશ્ચર્ય સાથે તેઓએ સંતોને કહ્યું કે ‘મને મનાતું જ નથી કે પ્રમુખસ્વામી મહારાજ મારી સામે અહીં અમેરિકામાં છે.’ ત્યાર પછી સ્વામીશ્રી તરફ જોઈને તેઓએ કહ્યું : ‘How much pain must you have endured on that flight?! You must truly love your devotees.’ (એ હવાઈ મુસાફરી દરમ્યાન આપે કેટલી પીડા સહન કરી હશે! ખરેખર, આપ આપના ભક્તોને ખૂબ પ્રેમ કરો છો.) પરંતુ સ્વામીશ્રીને મન એ ભીડો નહીં, ભક્તિ હતી. કારણ કે તેઓ તો ગુરુ સમક્ષ કરેલી પ્રતિજ્ઞાના એ શબ્દો ચરિતાર્થ કરી રહ્યા હતા કે ‘મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ.’

ભૌતિક રીતે દેહ છોડી દીધા બાદ પણ તેઓએ ચાર-ચાર દિવસ સુધી દર્શન આપ્યા. જેથી દૂર દેશથી આવેલા અનેક ભક્તોને તેઓની અંતિમ ઝાંખી થઈ જાય. દેહ મૂકી દીધા પછી પણ ‘પ્રમુખપ્રતિજ્ઞા’ તો અમર જ રહી!

એ જ પ્રમુખસ્વામી મહારાજ આપણને મહંતસ્વામી મહારાજ રૂપે મળ્યા છે. આપણું કર્તવ્ય તો હવે એટલું જ રહ્યું કે આપણે પણ આપણા ગુરુહરિ મહંતસ્વામી મહારાજને વચન આપીએ કે ‘મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર થઈ આપનો કૃતકૃત્ય થઈશ.’ અને છેલ્લા શ્વાસ સુધી એ પ્રતિજ્ઞાને જીવી બતાવીએ.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics