બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
7 of 17
આ છે બ્રાહ્મીસ્થિતિ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
૨૫ જાન્યુઆરી, ૧૯૭૪નો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનો હતો. ગુરુપદે બિરાજ્યા બાદ પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ વિદેશયાત્રા આ દિવસે શરૂ થવાની હતી. આગલા દિવસે જ પોદ્દાર કોલેજમાં સ્વામીશ્રીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આજે પણ ગુરુહરિને ભાવભરી વિદાય આપવા માટે ઍરપોર્ટ ઉપર હજારો ભક્તોની મેદની ઊમટી હતી. સૌને દર્શન-આશીર્વાદ અર્પી સ્વામીશ્રીએ પોતાની વિદેશયાત્રા આરંભી.
મુંબઈથી ઉપડેલ વિમાને જ્યારે આફ્રિકાના નૈરોબીના ઍરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું ત્યારે ત્યાં એકત્રિત થયેલા આફ્રિકાના હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજના જયનાદથી વાતાવરણ ભરી દીધું. ભક્તો સૌ આતુર હતા પોતાના પ્રાણપ્યારા ગુરુહરિનાં દર્શન માટે. આ બાજુ પ્લેનમાં બેઠેલા સંતો-હરિભક્તો પણ આતુર હતા કે, ‘આફ્રિકાના હરિભક્તો મળશે અને સ્વામીશ્રીના સાંનિધ્યમાં સૌને ખૂબ સુખ આવશે.’ સર્વત્ર ઉત્સાહ-આનંદની ભરતી આવી હતી.
પરંતુ થોડી વારમાં જ આનંદની ભરતીના સ્થાને ચિંતા અને વ્યથાની ઓટ આવવી શરૂ થઈ. ટૂંક સમયમાં જ ઍરપોર્ટ ઑથોરિટીનો એક અધિકારી આવ્યો અને પોતાના હાથમાં રહેલ કાગળનો આદેશ વાંચતા કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજને ઍરપોર્ટ પર ઉતરવાની પરવાનગી નથી.” આ સાંભળી સૌના હોશકોશ ઊડી ગયા. સૌ એક પળ પૂરતાં તો ભાન ભૂલી ગયા કે શું ચાલે છે!
પરંતુ પ્રમુખસ્વામી મહારાજ આ ફરમાન સાંભળ્યા પછી પણ સ્થિર હતા. હાથમાં માળા ફેરવતાં તેઓ શાંતિથી બેઠા હતા. ન તો તેઓએ આ આદેશની તપાસ કરવાની તજવીજ કરી કે ન તો આવા ઘોર અપમાનથી વિચલિત થઈ ગાજવીજ કરી! છ સંતો અને ત્રણ હરિભક્તોને ઉતરવાની આજ્ઞા કરી પોતે પાછા જવાનો નિર્ણય તેઓએ તુરંત લઈ લીધો.
પરંતુ તેટલામાં બીજો આદેશ આવ્યો, “પ્રમુખસ્વામી અને બીજા કોઈ પણ ઊતરી શકશે નહિ.” કસ્ટમમાં ગયેલો સામાન પણ પાછો મોકલી દેવાયો. પ્લેનમાં સૌ અવાક્ બની ગયા. બહાર ઍરપોર્ટ ઉપર ઊભેલા ભક્તોના ચહેરા પણ પોતે લાવેલ હારની સાથે કરમાઈ ગયા. પાંચેક હરિભક્તો તો આ આઘાતથી બેભાન થઈ ગયા.
કંઈક ગેરસમજણને કારણે ઊભી થયેલ આ પરિસ્થિતિથી જે વિમાનમાં ભારતથી આવ્યા હતા તે જ વિમાનમાં પાછું જવાનું થયું. વિમાનમાં બેઠેલ સૌના હૃદય હચમચી ઊઠ્યા હતા. આફ્રિકા આવતી વખતે સૌને જે આનંદ હતો તે અપમાનની આ જ્વાળામાં બાષ્પીભવન થઈ ગયો હતો. પરંતુ પ્રમુખસ્વામી મહારાજના કરમાં માળા ફરી રહી હતી, મુખ ઉપર એ જ ધીર-ગંભીર હાસ્ય હતું, આવતી વખતે જેવો આનંદ હતો તેવો જ આનંદ પાછા વળતી વખતે પણ હતો. તેઓ પરિસ્થિતિથી પરેશાન થયા ન હતા, વિપત્તિથી વિચલિત થયા ન હતા અને અપમાનથી અકળાયા ન હતા!!
આવા સમયે કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીની ડાયરીમાં સ્વામીશ્રીએ ગીતામાં વર્ણવેલ સ્થિતપ્રજ્ઞતાનો દસ્તાવેજ કરી આપતાં લખ્યું:
“મહારાજ-બાપાની મરજી હોય તેમ થાય, માટે રાજી રહેવું. તેઓ જેમ રાખે તેમ રહેવું. કોઈ પ્રકારનું દુ:ખ માનવું નહિ. અક્ષરરૂપ થઈ મહારાજની ભક્તિ કરવી એટલે કોઈ દુ:ખ ન થાય.” જિંદગીના ઝંઝાવાતોમાં અડીખમ ઊભા રહેવા માટે પ્રમુખસ્વામી મહારાજના આ વચનો વેદ સમાન છે.
આ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહેલ ‘એષા બ્રાહ્મી સ્થિતિ:’ના પ્રત્યક્ષ દર્શન સૌને પ્રમુખસ્વામી મહારાજમાં થયા.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!